Vichar Ma Muki De Ava Gujarati Vakyo || વિચારમાં મૂકી દે એવા ગુજરાતી વાક્યો

આમ તો ઘણી બધી ભાષાઓ બોલાય છે પણ ગુજરાતી જેટલી મુશ્કેલ બીજી કોઈ ભાષા નહિ તેમ છતાં કેમ English ભાસોઅર લોકો ને ઘમંડ છે એ સમજાતું નહિ

Vichar Ma Muki De Ava Gujarati Vakyo | વિચારમાં મૂકી દે એવા ગુજરાતી વાક્યો 

અહી હું કેટલાક વાક્યો કહી જે તમને વારંવાર વાંચીને સમજવા મજબુર કરશે ક શું કહેવા માંગે છે સંજય તેમને અભિનંદન

બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો. પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે !!!"
મારી પાસે ઘર હતું, આજે પૈસા છે...
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો, એ ૧૧ કુંવારીકાને જમાડશે.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું. ”કાળીના એક્કા જેવા.”
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા. આંખો જ બોલી છે વાંક કોનો!
"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ" ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'
બપોરનો તડકો જીવનમાં લાગેલી લાય કરતાય, આજ મીઠો લાગ્યો!
પત્ની પિયર ગઈ… ટીફીનમાં મનપસંદ મળ્યું.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને પીતો.
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો, અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...
લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?

Post a Comment

0 Comments